શ્રી ફાટસર ગોપાલ ગૌશાળા “ગૌ સેવા એજ પ્રભુ સેવા” ના મંત્રને ચરિતાર્થ કરી, ગૌમાત પ્રત્યેની લાગણી અને અબોલ પશુઓની સારવાર અને જતન માટેના પ્રયાસ કરી રહી છે. ગૌ ઋણ ચુકવવાની ફરજ એ સહુ કોઈની છે. કારણકે તેમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. જેથી આપણે માતાનું બિરુદ આપ્યું છે. એ ગાય રસ્તે રજળતી અને કતલખાને કપાતી જોવી ન પડે એ માટેનો આ એક ભગીરથ પ્રયાસ છે. આ કાર્યને વેગવંતુ બનાવવા માટે આપના સહયોગની જરૂર પડી છે. આપ જેવા શ્રેષ્ઠીઓને જ આવા કાર્યોને સદૈવ ધમધમતા રાખ્યા છે. આપની એક નાનકડી અનમોલ ભેટ અમારા માટે કાયમીનું સંભારણું બની રહેશે. અને સવીશેસ ગૌમાતાના આશીર્વાદ આપના ઉપર સતત વરસતા રહે એવી અમારી પ્રભુ પ્રાર્થના છે.
સદૈવ આપનો જ
શ્રી ફાટસર ગોપાલ ગૌશાળા પરિવાર
શુભ સંકલ્પથી…
ગીરના અડાબીડ જંગલનો છેવાડો એટલે લીલો નાઘેર પ્રદેશ. એટલે લોકોના મનમાં અખૂટ પાણી અને ધાસવાળો વિસ્તાર એટલે લોકો દુષ્કાળના સમયમાં પોતાને પણ પીવા માટે પાણી નથી ત્યારે ગાયોને કેવી રીતે સાચવવી . ત્યારે તેમને વિચાર આવે છે કે ગીર પંથકમાં આપણે મૂકી આવીએ.ત્યાં કમસે કામ તેના પેટનો ખાડો તો પુરાશે. પણ દુષ્કાળના સમયના ગીરમાં પણ પાણી અને ઘાસચારાની ખુબ જ તકલીફ છે. વરસાદ ઓછો થયો છે માટે ત્યાં તરછોડાયેલી ગૌમાતા ખુલ્લા ખેતરોમાં પોતાના પેટનો ખાડો પુરવા માટે રજળતી હતી અને ગીર વિસ્તારમાં હિંસક પશુઓના સકંજામાં આવી તરફડીયા મારતી અને એમની મરણચિસો આસપાસના વિસ્તારોમાં અવિરત ગુંજતી રહેતી. આ પરીસ્થિતિ જોઇને કોઈપણ માણસનું કાળજું કંપી જાય. માટે આ બીમાર અને તરછોડાયેલી ગૌમાતાને એક આસરો અને રક્ષણ આપવા માટે એક ગૌશાળાનું નિર્માણ કર્યું છે. તો ગૌમાતા આપની આતુરતાથી રાહ જોઈ રહી છે.આપના સહયોગથી જ આ ભગીરથ કાર્ય પૂર્ણ થશે.
Become a part of our trust. Together, we
can save many cows and be a volunter of god.